છળ હજારો સ્વપ્નના
છળ હજારો સ્વપ્નના
સાંજ ટાણે સૂર્ય ડૂબી જાય છે,
થાક એ આખા દિવસનો ખાય છે.
રાત લાવે છળ હજારો સ્વપ્નના,
ઊંઘરેટી આંખ પણ ખોવાય છે.
એક બાળક વેચતો ફુગ્ગા અહીં,
જો ગરીબી બાળપણ લૈ' જાય છે.
વાત જાણે એટલી કે ઘાવ છે,
એ થકી તો માણસો પરખાય છે.
પ્રેમથી મેં મોકલ્યો કાગળ તને,
એ ગઝલ મારી બની વંચાય છે.
