યાદ વાછટ બની પલાળે છે
યાદ વાછટ બની પલાળે છે
યાદ વાછટ બની પલાળે છે...
તું પછી ધોધમાર આવે છે....
આજ તારાજ આગમનમાં એ,
આંખ રસ્તા ઉપર સજાવે છે....
એટલેજ ખૂબ મોંઘા સ્મિતો છે,
આંસુની આવ-જા... બધાને છે...
તું કદીપણ ના આવશે, તો શું ?
પ્રશ્ન એ હરઘડી સતાવે છે....
એજ વાંધો પડી ગયો એને...
હું, વચન તોડું... એ તો પાળે છે.

