STORYMIRROR

Vaishali Patel

Romance Tragedy Classics

4  

Vaishali Patel

Romance Tragedy Classics

રાખ કાયમ એક પીડા પાસમાં

રાખ કાયમ એક પીડા પાસમાં

1 min
259

રાખ કાયમ એક પીડા પાસમાં,

એ પછી ગણના થશે ને, ખાસમાં..


સાવ સામે એ હતા ને બસ પછી,

કયાં કશું'ય બોલી શકાયું પ્રાસમાં..


એજ રસ્તો, એજ અંતર, એજ હું,

પગલું લોહીઝાણ લીલા ઘાસમાં..


થાક લાગે છે હવે બસ, બહુ થયું,

લઉ હવે તાજી હવાને શ્વાસમાં..


તુજ સફળતામાં દુઆ લાખ્ખો ભળી,

સૂર્યનું પણ તેજ છે અજ્વાસમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance