STORYMIRROR

Vaishali Patel

Inspirational

3  

Vaishali Patel

Inspirational

પગની બે જોડ સખી

પગની બે જોડ સખી

1 min
251

કાળા ભૂરા ચપ્પલ વચ્ચે 

પગની બે જોડ સખી..


કહ્યા વિના સમજે એ તો,

સપના અબોલ સખી...


શરમાતો સુરજ ઢળે સાંજની આગોશમાં...

દરિયાનો ઘૂઘવાટ ખૂંપે રેતના મરોડમાં...


લાગણીના બાગે મીઠો 

ટહુકે છે મોર સખી...


કહ્યા વિના સમજે એ તો 

સપના અબોલ સખી...


ચાલને સાથે ફરીએ શેરી, જંગલ ને ગોમમાં...

સૌને ભૂલી રમીયે અહીં મસ્તીને મોજ માં...


મુઠ્ઠીભર છીપલા હતી 

મૂડી અણમોલ સખી...


કહ્યા વિના સમજે એ તો 

સપના અબોલ સખી,


કાળા ભૂરા ચપ્પલ વચ્ચે 

પગની બે જોડ સખી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational