STORYMIRROR

Vaishali Patel

Others

4  

Vaishali Patel

Others

અલગ વરસાદ છે

અલગ વરસાદ છે

1 min
221

આંખ ભીની થાય ત્યારે, શક્યતા જે ખાસ છે,

પ્રેમમાં અળગા થયાનાં દર્દનો એ ભાર છે.


આ કિનારો, સાત સાગરની ભલે, સાથે ફરે,

પણ નદી સાગર મળે, એ એને મન આઘાત છે.


વીજળીમાં, વાદળોના, શ્વાસ છે,સાંભળ સજન,

લાગણીના તાંતણાંમાં કેટલી તાકાત છે !


હું તમારાથી ઘણી છું દૂર, પણ છે લાગણી,

ને તમારે ભીડની વચ્ચેય ખાલી હાથ છે.


સાવ પાસે ના રહે તો, મન પછી શોધે તને,

દેખાવા ને દાઝવાની આ તડપ દિનરાત છે.


આ બધાની જીંદગીનો ટૂંકમાં જે સાર છે,

આંખના ને આભના, બંને અલગ વરસાદ છે.


Rate this content
Log in