STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Others

ભૂલી નથી શકાતો

ભૂલી નથી શકાતો

1 min
273

વીતેલા સમયને રોકી નથી શકાતો

પાણીમાં જેમ બાંધીએ પાળ

એમ સમયને બાંધી નથી શકાતો


ચડાવ ઉતાર તો આવ્યા કરે જીવનમાં

પણ મળે જે ઊંડો ઝખ્મ અંગત દ્વારા

એ ભૂલી નથી શકાતો


રૂઠી જાય જ્યારે કોઈ પોતાનું

ત્યારે આંસુ ઓનો દરિયો,

રોકી નથી શકાતો


ભલે આપે અનહદ ઘાવ

પણ દિલ સાથે જોડાયેલા નાતાને

તોડી નથી શકાતો


પર્વતમાંથી નીકળતું ઝરણું,

નદી બની ભળી જાય છે સાગરમાં

ઝરણાનો પર્વત સાથેનો નાતો તોડી નથી શકાતો


ચાહ્યો છે જેને દિલથી

ભલે ને એ લાખો ગાઉં દૂર હોય

તોયે એ ચહેરો ભૂલી નથી શકાતો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics