STORYMIRROR

Abdurrahman Memi

Classics Children

4  

Abdurrahman Memi

Classics Children

બાળપણ

બાળપણ

1 min
617

ગણું છું મારી જાતને હું ખૂબ જ નસીબદાર,

બાળપણ મારું પુસ્તકોમાં વીત્યું છે,

સીમમાં, શેરીઓમાં અને ગામની ગલીઓમાં;

બાળપણ મારું રખડવામાં વીત્યું છે,


ચલાવી હોડી વરસાદી પાણીમાં પોતાના નામની,

બાળપણ મારું પલળવામાં વીત્યું છે,

આંબાની ડોલતી ડાળે ને આમલી-પીપળની શાખે,

બાળપણ મારું રમવામાં વીત્યું છે,


લખોટી, સંતાકૂકડી તો ક્યારેક ખોખો-કબડ્ડીમાં,

બાળપણ મારું વિના મોબાઈલ વીત્યું છે,

તળાવમાં તરીને ને નહેરોમાં ભૂસકા મારવામાં,

બાળપણ મારું તરવામાં વીત્યું છે,


રમતના મેદાનમાં તો ખેતરના શેઢે કે ગોંદરામાં,

બાળપણ મારું વિના ટીવી વીત્યું છે,

આવે છે યાદ ફરી ફરીને એ દિવસો નિર્દોષ બચપણના,

બાળપણ મારું મોજમાં વીત્યું છે.


Rate this content
Log in

More gujarati poem from Abdurrahman Memi

Similar gujarati poem from Classics