કવિતા
કવિતા
પ્રેમમાં પડવાનું ના હોય, પડી જવાય,
મોકો મળી જાય સ્પર્શનો તો, અડી જવાય,
પ્રેમમાં પડવાનું ના હોય, પડી જવાય,
છોને રમતી એ એની સહેલીઓની સંગે,
નજરથી નજર મળે તો હસી જવાય,
પ્રેમમાં પડવાનું ના હોય, પડી જવાય,
ઈશારાને સમજતાં આવડવું જોઈએ,
સહેજ ખુલે જો કમાડ તો વસી જવાય,
પ્રેમમાં પડવાનું ના હોય, પડી જવાય,
ગમવા માટે જરૂરી નથી બહુ કારણો,
કોઈ કારણ વગર પણ ગમી જવાય,
પ્રેમમાં પડવાનું ના હોય, પડી જવાય,
લઈને બેસો કલમ તમે પ્રેમની "સખી",
મોકો મળશે તો હૈયે નામ લખી જવાય,
પ્રેમમાં પડવાનું ના હોય, પડી જવાય.

