STORYMIRROR

Pinkal Parmar Sakhi

Drama Fantasy

3  

Pinkal Parmar Sakhi

Drama Fantasy

મજા નહી

મજા નહી

1 min
26.7K


હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહી,

કારણ વગર રોજ મળવામાં મજા નહી,

આકાશમાં ચાંદલો ભલેને ચમકતો રહે,

દિલમાં કોઈનું નામ લખવામાં મજા નહી,

સપનાઓ કો'ક વખત હકીકત બને છે,

ખોટો રાતે ઉજાગરો કરવામાં મજા નહી,

ચાર દિવસ મજાની ચાંદની રાત હોય છે,

આદત અજવાળાની પાડવામાં મજા નહી,

"સખી" સમજાવે છે તો સમજીલે ગઝલમાં,

દિલ પથ્થરોની સામે ધરવામાં મજા નહી.


Rate this content
Log in

More gujarati poem from Pinkal Parmar Sakhi

Similar gujarati poem from Drama