પ્રેમ પંક્તિ
પ્રેમ પંક્તિ
1 min
15.4K
આંખ જો બંધ થાય તો, સ્વપ્ન તું છે,
ખુલે જો આંખ તો સત્ય તું છે.
વસંતના વાયરામાં કેસુડાના ફૂલ તું છે,
ને હોય જો પાનખર તો, કુમળી કુંપળ તું છે.
પ્રેમ, સ્નેહ, પ્રણય કંઇ કેટલાય નામ છે,
તારી અને મારી લાગણીઓનાં,
પણ જયાં છે શબ્દોનો અંત ત્યાં તું છે.
યાદોને સાચવીને હું શું કરું?
મારો તો શ્વાસ જ તું છે.

