STORYMIRROR

Neelam Christian

Others

3  

Neelam Christian

Others

મૌન

મૌન

1 min
14.7K


ઉપવનમાં કાંટા વચ્ચે ફુલ મૌન છે ને,

અહીં ધરા પર પડતું ઝાકળ મૌન છે.


સોનેરી એ બિંદુઓને જોઇ લોકો હરખાય છે ત્યારે,

રાત અને દિવસના વિરહનું એ પ્રતીક મૌન છે.


સાગરમાં મળવાનું સંગીત છે કે પછી,

વહેતી આ નદીઓમાં ચંચળતાનું મૌન છે.


વિશ્વાસ કરીને શ્વાસ તુટે છે ત્યારે

તૂટેલી આ દોરનું મૌન છે.


મનમા ઊઠે છે જયારે પ્રશ્નનો અનેક તો,

મારા ચહેરા પર દેખાય છે એ મૌન છે.


સવારની સુંદરતા અને રાતના શમણામાં

છે એક અહેસાસ, જે મારા સ્નેહનું મૌન છે.


Rate this content
Log in