Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Others Romance

5.0  

Swati Pavagadhi

Others Romance

તારા વિનાનાં શહેરમાં

તારા વિનાનાં શહેરમાં

1 min
6.9K


આજે અધૂરી હું;

તારા વિનાનાં શહેરમાં,

એકલી કરું સફર;

તારા વિનાનાં શહેરમાં !


વસંતની બહાર અધૂરી;

તારા વિનાનાં શહેરમાં,

મેઘની પહેલી તે,

બૂંદ નો સ્પશૅ ફીક્કો;

તારા વિનાનાં શહેરમાં !


ક્ષણક્ષણ વિખુટી હું;

તારા વિનાનાં શહેરમાં,

પ્રિતનો પાલવ મંદમંદ લહેરાય,

તારા વિનાનાં શહેરમાં !


આભ અંગાર વરસે

ને ધરતી ધગધગ થાય;

તારા વિનાનાં શહેરમાં,

દરેક સાંજમાં એક ખાલીપો;

તારા વિનાનાં શહેરમાં !


કેમ જાણે હું જીવતા શીખી ગઈ;

તારા વિનાનાં શહેરમાં…!

આજે અધૂરી હું;

તારા વિનાનાં શહેરમાં.


એકલી કરું સફર;

તારા વિનાનાં શહેરમાં !



Rate this content
Log in