આભે ઝબકાર
આભે ઝબકાર
આભે ઝબકાર વીજળીનો થાય,
આભે ચમકાર તારલીનો થાય,
આભે દમકાર ચાંદલીનો થાય,
આભે ઝણકાર કોઈ છકેલીનો થાય,
આભે તો ઋષિઓની હુંકાર,
આભે તો સપ્ત ઋષિઓની ભરમાર,
આભની અટારીએ ઊભી કોઈ ચમેલી,
આભની વીજળીના ચમકારમાં ચમકેલી,
આભની વીજળીના લિસોટામાં દમકેલી,
આભમાં કોઈ સજની જોતી વાટકડી,
પિયુના વિરહમાં વીજળીના ચમકારે થડકારો થાય,
આભની ચમકેલી લીસોટીમાં વાંસલડી દેખાય,
કૃષ્ણની ધૂનની રંગમાં રંગાયેલી,
કોઈ રમણી, કોઈ છકેલી, કોઈ ઊભેલી,
આભે ઝબકાર વીજળીનો થાય.
