મૌન વીજળી
મૌન વીજળી
મૌનરૂપી ઝાકળ બોલ્યું,
ગુપચુપ સૃષ્ટિ સત્વરે તોલ્યું.
સાન ભાનને કાજ મોલ્યું,
ગિરિ, વસુંધરાને તળાવ ઝૂલ્યું.
કપોત, હોલો, કોયલ, ઢેલ્યું,
ગ્રીષ્મની કાળઝાળ શેરીએ બોલ્યું,
લૂ ઝરતી આગમાં જોલ્યું,
મૃગજળે આભાસી નીર રેલ્યું,
સરવર હેલે યૌવન ડોલ્યું,
બાળપણાની પ્રીત્યુંએ ઝીલ્યું,
વીજળીની તીરછી અદાએ ખોલ્યું,
આસમાને તારું મૌન બોલ્યું,
જરાવસ્થાની ઝાંખપે મોલ્યું,
'અમરત' કેરી કળાએ ખીલ્યું.
