મનનાં મધુવનમાં
મનનાં મધુવનમાં
રૂમઝૂમ કરતી આવ વાલમ,
મારા મનનાં મધુવનમાં,
વાટ હું જોઉં છું તારી વાલમ,
મારા મનનાં મધુવનમાં...
જ્યારથી મેં જોઈ છે તુજને,
દિલ તુજને હું દઈ બેઠો છું,
હરપળ યાદ કરીને તુજને,
મનથી મૂંઝાઈને હું બેઠો છું.
માધુરી મૂરત દેખાડી દે વાલમ,
મારા મનનાં મધુવનમાં,
વાટ હું જોઉં છું તારી વાલમ,
મારા મનનાં મધુવનમાં...
તીરછી નજરથી ઘાયલ બનવા,
રાત દિન હું તડપું છું,
ગુલાબી હોઠોનું રસપાન કરવા,
ભ્રમર બનીને હું ગણગણું છું.
હું બન્યો છું પાગલ તારા પ્રેમમાં,
પ્રેમનું મધુવન મહેકાવી જા,
આવીને તું વસીજા મારા દિલમાં,
પ્રેમની જ્યોત પ્રગટાવી જા.
મિલન મધુર બનાવી જા વાલમ,
"મુરલી" ના મધુવનમાં,
વાટ હું જોઉં છું તારી વાલમ,
મારા મનનાં મધુવનમાં.

