અધૂરી મુલાકાતો
અધૂરી મુલાકાતો
કહી નથી શકાતી દરેકને દિલની વાતો,
હોતો નથી દરેકની સાથે એવો સુંદર નાતો,
વહી જાય છે સમય રેતીની જેમ સરકીને,
અને રહી જાય છે સદા અધૂરી મુલાકાતો.
ના થાય તારી સાથે દિલની વાત દુનિયા લાગે બેકાર,
તારો સહકાર થકી આ જીવન લાગે છે સદાબહાર,
સમજી શકે છે દિલની વાતોને તું હરહંમેશા આપી સાથ,
એટલેજ જિંદગીના જંગમાં કદી પામતી નથી હાર.
