સપ્તપદી
સપ્તપદી
આવ્યો રૂડો આજ સપ્તપદીનો ઉત્સવ,
સાતપગલાં ભરવાનો,
બની ગયો જાણે મહોત્સવ !
કાલે હજુ રમતી હતી,
ઘરમાં ઢીંગલીથી,
અને રમતાં ન્હાતી હતી
ધૂળની ઢગલીથી !
આજે તો બેસીને ડોલીમાં
લીધી વિદાય,
પોતે હસતી અને હસાવતી એ સદાય !
જેના થકી હતું,ઘર ને આંગણું જીવંત,
સપ્તપદીનો અવસર, બની ગયો જાણે મહંત !
રડાવી ગયો બાપને, આજનો ઉત્સવ,
કઠોર હૃદયને પણ હચમચાવી ગયો એ મહોત્સવ !
