કહી જાય છે
કહી જાય છે
એક મારી સ્વરચિત રચના ઘણું બધું કહી જાય છે,
એનુ નામ સૌ 'એક કવિતા' એમ કહી જાય છે,
સાત સૂરમાં ઢળે, એવો શબ્દોનો શણગાર,
જોઈએ શું એને બીજું, એમ કહી જાય છે,
હૃદયના ખૂણાને ભીંજવવા, લાગણીનો ધબકાર
જોઈએ શું એને બીજું, એમ કહી જાય છે,
કોઈની આંખોને સ્મિત આપવા, કલમનો થડકાર,
જોઈએ શું એને બીજું, એમ કહી જાય છે,
કોઈના સુખદુઃખને વાચા આપવા, પંક્તિઓનો સહકાર
જોઈએ શું એને બીજું, એમ 'વંદના‘ કહી જાય છે.
