વાદળનો રંગ
વાદળનો રંગ
વાદળોની તો વાત
જ નિરાળી,
કદીક કાળા,
કદીક સફેદ,
કદીક આસમાની, કદીક નીલા,
કદીક ભૂરા,
કદીક વાદળી...!
રંગબેરંગી ને
રંગ ભરી
વાદળી...!
રંગો ભરીને
છવાય આકાશે,
એજ પાછું
પાણી બની
વરસે ચોમાસે...!
વાદળો દેતા
આકાશને રંગ
કે આકાશ વગર કદાચ વાદળ
બેરંગ...?!!
ના..ના..!!
એ બંન્ને એકબીજાને
સંગ સંગ,
એટલે જ,
એમના પ્રતિબિંબે દરિયો દેખાય
સતરંગ...!
વાદળ ને આકાશની
ગજબની દોસ્તી,
પોતાના આકાર મેળવવા વાદળ
કરતાં ય કુસ્તી...!
જીતતા તો બનતા નીતનવા આકાર
આકાશે,
એ આકારો
જોઈને બાળપણ
પણ હરખાશે...!
ભેંકાર આકાશમાં
રંગ ભરતા વાદળ,
રૂના પોલવા સમ જાણે આંજી
સફેદ કાજળ...!
દરિયાનાં ફીણ
જાણે ઉઠ્યાં
આકાશે,
એટલે તો પંખીઓ
ઊડતાં રહેતા જાણે
તરવા આકાશે...!
