એક મજા અલગ હોય છે
એક મજા અલગ હોય છે
પોતાના લોકો સામે હારવાની પણ એક મજા અલગ હોય છે,
અક્કડ રહીને સંબંધો ગુમાવવા કરતાં,
ઝૂકીને સંબંધ સાચવવામાં એક મજા અલગ હોય છે,
બોલીને બગાડવા કરતાં,
મૌન રહીને સંબંધો મજબૂત બનાવવાની એક મજા અલગ હોય છે,
અબોલા લઈને સંબંધ તોડવા કરતાં,
રિસાયેલાને મનાવવાની એક મજા અલગ હોય છે,
દિલમાં દબાવવાની ને ફરિયાદો રાખવા કરતાં,
રિસાય જવાની પણ એક મજા અલગ હોય છે,
પડેલી ગાંઠો તોડવા કરતાં,
મતભેદોને સમજણની સિમેન્ટથી પૂરાવાની એક મજા અલગ હોય છે,
જિંદગી હારીને પણ દિલ જીતવાની એક મજા અલગ હોય છે,
હોય કોઈ પોતાનું કોઈ સાથે તો જીવન જીવવાની એક મજા અલગ હોય છે.
