થ 'શ્રી' નાથ!'
થ 'શ્રી' નાથ!'
આભથી વરસે અમી ! બસ એમ વરસી જા હવે,
ઝંખના મુજ ઉર તણી થઇ ખાસ, મલકી જા હવે.
કાં બનાવી તે વિયોગી ? એય, અંગત દે કહી !
વાદ ટાળી આવ વ્હાલા! વ્હાલ પરખી જા હવે.
કાં ભરે ખારાશ ઉરમાં ? આટલી, જાણી શકું ?
નેહ દિલનો દે જતાવી, સાથ ફરકી જા હવે.
માછલી જીવે નહીં જળ ખૂટતાં, ક્ષણ એક પણ,
મુજ હૃદયની કામના ચોપાસ છલકી જા હવે.
આભ પણ ચૂમે ધરાને, કર નજર ક્ષિતિજ ભણી,
દઇ મિલનનું દાન થઇ 'શ્રી' નાથ ચમકી જા હવે.
