હશે કવિતા
હશે કવિતા
ઉરના ધબકારે પ્રગટી હશે કવિતા,
શબ્દના સહારે પ્રગટી હશે કવિતા.
અંતર થયું આચ્છાદિત મખમલી,
અર્થના વિચારે પ્રગટી હશે કવિતા.
હશે મા શારદા મહેરબાન અનુકૂળ,
સત્યના સ્વીકારે પ્રગટી હશે કવિતા.
ઝરણા સમી નિર્મલ જાય એ વહેતી,
ગેયતાના આધારે પ્રગટી હશે કવિતા.
મનોમંથને અંતરવલોણાનું એ અમી,
હૈયાના હલકારે પ્રગટી હશે કવિતા.
ખુશી કે ગમના અતિરેકે અવતરતી,
હૃદયના ઝંકારે પ્રગટી હશે કવિતા.
