ઉનાળો
ઉનાળો
આવ્યો કાળ ઉનાળો જોને બળબળતો ઉનાળો
વા વૈશાખી પ્રબળ વહેતો ઊડતો અગન ઉનાળો,
તન મન બાળે ધરા બાળે અગન ઝાળ ઉનાળો
સૂકા સૂના રસ્તાઓ પર ચોમેર દેખાય ઉનાળો,
સળગે વનતરું વૈરાગી ઝાળ જટાળો ઉનાળો
આંખો સળગે જ્વાળા નીકળે કોપીલો ઉનાળો,
રસભર ફળની મજા આપે લૂમે લટકતો ઉનાળો
મૃગજળ સમો સૌને લાગે હૈયાવરાળ ઉનાળો,
ધોમધખતા સૂરજની વિદાયે પૂરો થશે ઉનાળો
ચોમાસાનું કારણ બનશે 'વાલમ' ડંખીલો ઉનાળો.
