STORYMIRROR

Jagruti rathod "krushna"

Tragedy Fantasy

4  

Jagruti rathod "krushna"

Tragedy Fantasy

સ્મરણ

સ્મરણ

1 min
413

સ્મરણને જરૂર કંઈક સંબંધ છે લાગણી સાથે, 

નહી કોઈ આશા, ન અપેક્ષા કે માગણી સાથે,


જરૂરી તો નથી કે એ આવે કોઈ આહવાન કરી, 

વિના સ્થળ, સમય કે સરહદની પાબંદી સાથે,


કદી આવે અધર પર બની મંદ મુસ્કાન કે પછી, સ્વપ્નમાં પણ આવે આંખમાં ખારાપાણી સાથે,


વીતે સમય ગમતીલી ઘડીઓ ખબર જ ના રહે, વિરહની એક ક્ષણ પણ જ્યાં વીતે યુગો સાથે,


પળભરનો પરિચય સાથ નિભાવે જીવનભરનો, 

જ્યાં કહેવાતા આપણા ડગ માંડે માપણી સાથે. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy