STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Inspirational

ઇન્દ્રધનુષ

ઇન્દ્રધનુષ

1 min
297

ભાવોની મહેફિલે શબ્દ રંગ બની ઉડે છે,

પીડાની વ્યથા શબ્દ બની રંગ છલકે છે,


હ્રદયના નીતરતાં ભાવોની ભૂલ શું છે ?

શબ્દ ભાવરંગી એમાં પણ વ્યથા મહેંકે છે


બદલે ના ઉડેલ શબ્દ, ફેર સમજમાં છે,

શબ્દ તો ભાવ હતા, ભાવાર્થમા ફેર છે,


શબ્દ ભ્રમ નથી આ મતલબ છે,

મોહની ભાષામાં પણ શબ્દને ખેદ છે,


કલમેથી નિતરતા શબ્દો માયાજાળ છે,

આભની અટારીએ સજેલ શણગાર છે,


લાગણી શણગારે એ શબ્દ અભેદ છે!

હોય જો શબ્દ ભાવભીના ઈશ્વર પણ કેદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance