જાતે બળી જઈએ
જાતે બળી જઈએ
પ્રતિક્ષાના નગરથી ના કદી પાછા વળી જઈએ,
અમે તો રાહ જોઇને પછી ખુદમાં ભળી જઈએ.
તમારી રાહ જોવામાં તમારી યાદ આવે છે,
પસારી યાદની પાંખો અમે ખુદને છળી જઈએ.
પ્રતિક્ષાને પ્રણયને આમ તો સીધો જ નાતો છે,
તમે દીપક બની પ્રગટો અમે જાતે બળી જઈએ.
ઘણીયે રાહ જોઈ સૂર્યની અંધાર નગરીમાં,
બનાવી જાતને ફાનસ, હવે તો ઝળહળી જઈએ.
અષાઢી મેઘલી રાતે પ્રતિક્ષા સૌ કરે છે તો,
બનીને હેતની 'હેલી' હવે જાતે મળી લઈએ.
