એક વચન
એક વચન
અસહ્ય થઈ ગઈ છે જુદાઈની આ ઘડીઓ,
વિયોગનો શણગાર સજી, રાહ જોઈ રહી છું હું,
મન મહીં ઊમટે અવિરત યાદોની ભરતી ઓટ,
તસ્વીરને તમારી કદી ચૂમી, કદી ચાહી રહી છું હું,
કહો ને વાલમ ! હજી તે કેટલી વાર લાગશે !
મિલનની રાહમાં, શ્વાસોને રોકી રહી છું હું,
મિલનની સાક્ષી થવા આવ્યો ધોધમાર વરસાદ,
ધીરે ધીરે તમારી બાહોમાં, ખુદને ખોઈ રહી છું હું,
હવે કદી ના લાવશો વિયોગનાં કોઈ સંજોગ,
પ્રીતમાં આ એક જ વચન માંગી રહી છું હું.

