STORYMIRROR

Deepa rajpara

Fantasy Inspirational

4  

Deepa rajpara

Fantasy Inspirational

સ્વપ્ન સહેલ મંગળની

સ્વપ્ન સહેલ મંગળની

1 min
264

સ્વપ્ન શ્રુષ્ટિ મારી કેવી નિરાળી 

ધરું પ્રતિપલ નવાં રૂપ નવાં વેશ

ત્યાં નથી કુતુહલની કોઈ સીમા

ત્યાં તો અગણિત તારાઓનો દેશ


વગાડતાં ચપટી ઉડનખટોલું હાજર

પહેર્યો મે તો અવકાશયાત્રી પહેરવેશ

મિશન મોટું આજે ઉડવું દરિયાપાર

ખેડવો કલ્પનાતિત પરગ્રહ પ્રદેશ


મોજે ઉપડી સવારી અનંત આકાશે

નહી નકશો કેવો હશે અજાણ્યો દેશ

છોડી રૂપકડી નીલવર્ણી ધરતી મારી

દેખ્યો કદિ ન એનાં સમો અન્ય પ્રદેશ


દિવસ-રાત એક થયા અવકાશી સહેલે

આખરે ભાળ્યો કોઈ રતુમડો દેશ

ન કોઈ વૃક્ષ વેલી, ન તો પશુ પંખી

વેરાન ધગધગતો લાલ આ કેવો પ્રદેશ


સાંભળ્યો અચાનક કોઈનો સાદ

પરગ્રહવાસીનો અજીબ લીલો વેશ

આવો હળીમળીને રહીશું અહીં જ

પૃથ્વી સમો કરો આ મંગળ પ્રદેશ


ભૂલ્યા ભાન આધુનિકતાની દોડમાં

કર્યું અમંગળ જેનું, હતો એ મંગળ દેશ

હેતે કરજો જતન તમ પૃથ્વીલોકનું

સકલ બ્રહ્માંડે પૃથ્વી જીવંત પ્રદેશ


ધન્ય 'દીપાવલી' પૃથ્વી પર જન્મી

પૃથ્વી સરીખો ન અન્ય મંગલ દેશ

એક સવાર મંગળ પર એવી ઉગશે

હોય હરિયાળી ને લીલો વન પ્રદેશ


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy