STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Tragedy Action

3  

Aniruddhsinh Zala

Abstract Tragedy Action

વણજોઈતું વસમું માવઠું

વણજોઈતું વસમું માવઠું

1 min
219

વણજોઈતું આ વસમું માવઠું, ખેડૂત થાય ઝાઝો હેરાન 

વણબોલાવે ટપકે આ મેઘો, કોઈને રાહત,કોઈ હેરાન,


ધનના ઢગલા પડયાં બહાર, જગતનો તાત ચાહે ન વરસાદ 

રાહત આપે ગરમીથી મેઘ પણ ખેડૂત બની જાય છે બેહાલ.

વણબોલાવે ટપકે આ મેઘો, કોઈને રાહત, કોઈ હેરાન...


કમોસમી પડે જો મેઘ, સદાય થાય ઝાઝું લોકોને નુકસાન 

જીવાત ગરમીથી મરે નહીં અને વરસાદથી વધે બીમારી અપાર,

વણબોલાવે ટપકે આ મેઘો, કોઈને રાહત, કોઈ હેરાન...


માને ઘણાં માવઠું આપે રાહત, સત્ય સમજે નહીં જરાય 

પાક બગડતા ખેડૂતોનો ખેતરે, ભાવવધારાથી સહુ થાય પરેશાન.

વણબોલાવે ટપકે આ મેઘો, કોઈને રાહત,કોઈ હેરાન...


સમય મુજબ જે સદાય આવે ઈ જ સારો જગતમાં ગણાય.

'રાજ' કમોસમી કોઈ પધારે, તો નુકસાન કરી અપજશ મેળવી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract