પાણીદાર ઘોડલે સોહે શૂરવીર
પાણીદાર ઘોડલે સોહે શૂરવીર
જો ને
રેવલ ચાલે ચાલતો આ પાણીદાર અજોડ એવો અશ્વરાજ
એવાં મનગમતાં ઘોડલે ચડે, ઈ વીરલો કરે ધરતી પર રાજ,
હે જી...
ભલ ઘોલા ભલ વાંકડા, એની હણહળતી પાણીદાર હોય રેવલ ચાલ
એવાં ઘોડલે શૂરવીર ભૂપ ચડે, એવાં કાયરનું નહીં ઇયા કામ
હે જી..
ટહુકે મધુરાં મોરલાં, ને ખળખળ વહેતાં સરિતા કેરા નીર
જોને વીરલો જયારે ઘોડે ચડે, એના ડાબલા ગુંજે બહુ મધુર
હે જી..
શ્વેત અશ્વો સોહે વાદળ સરીખા, વેગ વાયુ સરીખો હોય
જાતવંત રાણાના ચેતક સમો, માલિકનો હમદર્દ સાચો ઈ હોય.
જોને..
રાખે જે પ્રેમ પ્રાણીઓ પર સદા ઈ માનવ કોમળ હૃદયનો વિવેકી હોય
અશ્વ સંગે જે સ્નેહ ઝાઝો કરે, અશ્વ ઈ સદાય એની રક્ષા કરતો હોય.
