ઝાઝી શાનથી સોહે વીર જવાન
ઝાઝી શાનથી સોહે વીર જવાન
શાનથી બેઠો કેવો સાચો રક્ષક આ વીર જવાન
સરહદ પર બેઠો સૈનિક, જેના કારણે દેશ ખુશહાલ,
છોડી સઘળા સુખ જીવનના ફરજ કાજ સઘળું કુરબાન
ગર્વ કરે મા વસુંધર એવા વીર ભારતભૂમિના લાલ,
સરહદ પર બેઠો સૈનિક, જેના કારણે દેશ ખુશહાલ..
ઠસોઠસ ભરેલ શૌર્ય તાણે છપ્પનની છાતી એ આજ
ભારતનો આ ભડવીર સદાય કહેવાયો છે વતનની શાન,
સરહદ પર બેઠો સૈનિક, જેના કારણે દેશ ખુશહાલ..
હેલિયે છલકે દેશભક્તિ ઝાઝી, વતન પ્રત્યે અપાર પ્યાર
બાજ નજરે કરે ચોકી પહેરો, દુશ્મનો કેરો છે ઈ કાળ,
સરહદ પર બેઠો સૈનિક, જેના કારણે દેશ ખુશહાલ..
'રાજ ' આભાર પહેલો માનીએ, વીર સૈનિકોનો સદાય
જાગે સદાય ઈ ત્યારે સુતા સુખથી, અપને સહુ ઘરમાં સદાય
શાનથી બેઠો કેવો સાચો રક્ષક આ વીર જવાન
સરહદ પર બેઠો સૈનિક, જેના કારણે દેશ ખુશહાલ.
