જીવન
જીવન
જીવનનો એક માત્ર માર્ગ છે મંઝિલ ભણી
મંઝિલ મળે કે ન મળે, નથી આનંદ કે શોક !
જીવનની મંઝિલનો માર્ગ ઓળંગવા
જરૂર છે સાથ મિત્રો ને હમસફરનો !
થંભી ન જાય પગ મારો,
જીવનપથ પર
જરૂર છે સંગાથ તારો !
મહેનતથી ભરપૂર જીવનમાં લાગે છે થાક જરૂર
થાકનો લેવા શ્વાસ જરૂર છે મિત્રો ને હમસફરની !
માનો કે ન માનો, જીવનમાં નસીબ છે જરૂર,
બડભાગી હોવાનું મને મિત્રોનું ગુરુર !
