તરખરાટ
તરખરાટ
તુજને મળવા હું રૂબરૂ આવ્યો'ને
પ્રેમથી ઈશારો તેં મુજને કરી દીધો,
નજરોથી નજર મળેલી જોઈને,
તારા કુટુંબમાં તરખરાટ મચી ગયો,
સાવનની ઘટામાં તુજને બોલાવી મેં,
મુલાકાતનો વાયદો આજ પૂરો કર્યો,
બેઠેલા યુગલોએ આપણને જોયા'ને,
પૂરા ઉદ્યાનમાં તરખાટ મચી ગયો,
પ્રથમવાર પ્રેમપત્ર મેં તુજને લખ્યો' ને
સાવધાનીથી તુજને પહોંચાડી દીધો,
પ્રેમપત્ર કોઈના હાથમાં ગયો ત્યાં તો,
તારા મહોલ્લામાં તરખરાટ મચી ગયો,
ફૂલ ગુલાબનું તારા હાથમાં આપીને,
તારા પ્રેમનો એકરાર મેં કરી દીધો,
પ્રેમની ચર્ચા તારા શહેરમાં ફેલાણી' ને,
આખા શહેરમાં તરખરાટ મચી ગયો,
વરરાજા બની તારા માંડવે આવ્યો હું,
તુજ સંગ હસ્ત મેળાપ મેં કરી લીધો,
"મુરલી"માં તારા પ્રેમની તાન છેડીને મેં,
તરખરાટનો સદાય અંત લાવી દીધો.

