તણખલું
તણખલું
આ જીવન તો જાણે એક રમકડું,
મનમાં માળો બનાવવાનું તણખલું,
ન તડકો જોયો ન ટાઢનું તાપણું,
મનમાં માળો બનાવવાનું તણખલું,
એક એક કરી ભેગી કરી ડાળખી,
મનમાં માળો બનાવવાનું તણખલું,
કોઈએ તોડ્યો જોઈને એકલડું,
મનમાં માળો બનાવવાનું તણખલું,
ઊડીને દૂર દૂર ભેગા કર્યા સપનાંઓ
મનમાં માળો બનાવવાનું તણખલું,
ક્યાંક તૂટયાં ક્યાંક છૂટ્યાં સપનાંના માળા !
છતાંય મનમાં માળો બનાવવાનું તણખલું,
ક્યાંક આસમાને ક્યાંક ધરતી પર જીવવાનું હરખડું !
આ તો બસ મનમાં માળો બનાવવાનું તણખલું.
