દેશના પહેરેદાર
દેશના પહેરેદાર
તમે ખાલી વાતોના વડા કરો છો,
શેર બહાદૂર પોતાને ગણાવો છો,
મુશ્કેલીનો સમય આવે છે જયારે,
ઊભા રહો છો સામે કિનારે ત્યારે,
એ.સી.માં કંબલ ઓઢી તમે સૂઓ,
દેશના જવાનો કેમ રહે છે તે જુઓ,
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પહેરો ભરે,
તમને તો એક મચ્છર પણ ન કરડે,
દેશના પહેરેદાર છે ફરજ નહીં ચૂકે,
ટાઢ, તાપ, વરસાદ એમની સામે ઝૂકે,
એકવાર એ જગ્યાએ જઈને જુઓ,
વાત કરતાં પહેલા વિચારીને જુઓ.
