એપ્રિલફૂલ
એપ્રિલફૂલ
હસીહસીને ઢગલા થયા
ને ઢગલા થયા,
રે રે રે કોણ કોણ કોણ ?
એ તો પેલો એપ્રિલફૂલ વાળો,
રે રે રે કોણ કોણ કોણ !
પોપટ પોપટ પોપટીયો,
હેં હેં હેં કોણ કોણ કોણ ?
એ તો પટ પટ બોલ્યા કરે,
વાહ વાહ ચાલો ને જઈએ જોવા.
ના ના ના ના એમ જવાય નહિ,
કેમ કેમ કેમ ? ના ના ના ના
કરવો પડે ફોન પોપટભાઈને,
પોપટીબેન કરે એલાવ એલાવ.
કરે એલાવ એલાવ પોપટી રાણી
પોપટ રાજા કહે એમ ન કહેવાય.
પોપટીરાણી તો ફોન પછાડે ખીજમાં,
પોપટ રાજા હલો હલો હલો કરે.
કોઈ ન બોલે સામે છેડેથી,
પોપટરાજા તો મૂંઝાયા.
હલો હલો હલો કર્યા જ કરે,
એ તો એપ્રિલફૂલ છું હું.
મરક મરક પોપટી હસ્યા કરે,
હસ્યા કરે ને પોપટ ખીજાય.
કેવા બનાવ્યા એપ્રિલફૂલ -
એપ્રિલફૂલ ભાઈ એપ્રિલફૂલ.
મારી મમ્મીએ કર્યો હતો ફોન,
પોપટ જમાઈ તો ઉછળી પડ્યા.
ઉછળી પડ્યા ને ગોથંગોથા
ખાયા કરે..
એપ્રિલફૂલ ભાઈ એપ્રિલફૂલ.

