સહિયારું જગત
સહિયારું જગત
ના તારું, ના મારું જગત સહુનું સહિયારું,
તારુુંં મારું કરીને જીવન કર્યું કજીયારું,
શું લઈને આવ્યો હતો શું લઈને તું જવાનો,
ખાલી હાથ આવ્યો હતો ખાલી હાથ જવાનો,
માંગ્યુ કાંઈ નથી મળવાનું નશીબનું જ મળવાનું,
લખ્યા હશે લેખ લલાટે એ જ થઈને રહેવાનું,
ખાધું પીધું ને મોજ કરી એજ સાથે રહેવાનું,
સુખ સાહ્યબી, બંગલા ગાડી બધું છોડીને જવાનું.
