કપાય જો વૃક્ષ
કપાય જો વૃક્ષ
કપાય જો વૃક્ષ, વરસાદ નહિવત થાય,
જંગલ વગર જીવસૃષ્ટિનો નાશ થાય,
માનવ છે ક્રૂરને, કાઢતો વૃક્ષનું નિકંદન,
થતું પશુ-પક્ષી કેરુંને, જંતુ તણું પતન,
વધી રહ્યું છે પ્રતિદિન ગરમી કેરું દૂષણ,
વનસ્પતિ વગર ફેલાય ચોમેર પ્રદૂષણ,
વાવો વૃક્ષોને, કરો પ્રકૃતિનું હંમેશા જતન,
થાય ગામ, શહેરને આબાદ આપણું વતન.
