સ્વાર્થ વિહોણી જાત અમારી
સ્વાર્થ વિહોણી જાત અમારી
હું છું આજની નારી સમયની સાથે ચાલનારી,
ન પહેરું બેડી રૂઢીઓની ન સ્વીકારું તાબેદારી... હું છું આજની નારી..!
ઊગતા સૂરજની ઊર્જા હું દીપ્તિ છું તુલસી ક્યારી,
પ્રતિકૂળતાઓથી ના હારી, હર મુશ્કેલીથી હું લડનારી... હું છું આજની નારી..!
ગર્વ પિતાનો, પતિનું પીઠબળ હું વડીલોની છું આજ્ઞાકારી,
સંતાનોની રાહબર છું સદા દોસ્ત થૈ નિભાવું યારી... હું છું આજની નારી..!
ઘરને બાહર કામ કરું હું છતાંય ખુદને પણ ચાહનારી,
નિષ્ઠાથી હર ફરજ બજાવું સ્વાર્થ વિહોણી જાત અમારી... હું છું આજની નારી..!
