મારું ગામડું
મારું ગામડું
શહેરનાં લોકો જયારે મહેમાનને જોઈને બારણાં બંધ કરે છે,
ત્યારે મારા ગામડાનાં લોકો પ્રેમપૂર્વક બારણાં ખોલે છે,
શહેરનાં લોકો જયારે દાબેલી, બર્ગર, પિઝા ખવડાવે છે,
ત્યારે મારા ગામડાનાં લોકો માખણ અને રોટલો ખવડાવે છે,
શહેરનાં લોકો જયારે એન્ટ્રી ફી ભરી કૃત્રિમ બગીચામાં ફરાવે છે,
ત્યારે મારા ગામડાનાં લોકો વાડીઓની શુદ્ધ હવાનો આસ્વાદ કરાવે છે,
શહેરનાં લોકો જયારે વેકેશન માટે બહાર ફરવા જાય છે,
ત્યારે મારા ગામડાનાં લોકો સૌને વેકેશન માટે સ્વાગત કરે છે.