Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramanandi Anjana

Abstract Tragedy Others

3  

Ramanandi Anjana

Abstract Tragedy Others

કળિયુગનો માનવી

કળિયુગનો માનવી

1 min
184

જુઓને આ કળિયુગમાં,

અનીતિના પૈસાનો હેવાયો થયો માનવી,

ઈમાનદારીનો રસ્તો ભૂલીને,

કાળીબજાર નામનાં દલદલમાં ફસાયો માનવી,

જાત મહેનતથી પડખું ફેરીને,

ચોરબજાર અને સટ્ટામાં ઘેરાયો માનવી,

અહીંનું અહીં જ છે એ વાતથી અજાણ બનીને,

વિચાર્યા વગર પૈસા પાછળ ભાગ્યો માનવી,

કાગળની નોટોનો જાદુ તો જુઓ,

પોતાના જ સ્નેહીજનોથી બાઝ્યો માનવી,

મકાનના મોટા મોટા કમરાઓની અંદર,

જુઓને એકલો એકલો ઘૂંટાયો માનવી,

સાચો માર્ગ એ જ જાત મહેનત છે,

આ વાતને સમજવામાં ભરમાયો માનવી.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract