STORYMIRROR

Ramanandi Anjana

Inspirational

4  

Ramanandi Anjana

Inspirational

સ્ત્રીનાં જીવનની ગુંથ

સ્ત્રીનાં જીવનની ગુંથ

1 min
321

જાણી ન શકી સ્ત્રીનાં જીવનની ગુંથ હું

ઘર અને નોકરીનો તાલમેળ બેસાડવા,

દિવસ અને રાત મથતી હું


ખબર ન હતી કે વેલણ અને પુસ્તક,

બંને દુસ્મન બની જશે

આ બંનેની તકરાર વચ્ચે પીસાતી હું


એક પગલું સપનાંઓ તરફ આગળ વધતા,

પરિવાર જનોનાં કડવા વેણો ઓગળીને,

બે પગલા પાછળ જતી હું


સ્ત્રીની મહિમાં ગાવા વાળા જગતમાં,

સ્ત્રીને કેમ પ્રોત્સાહન આપવામાં નથી આવતું ?

આ જ પ્રશ્નમાં હર-હંમેશ ગૂંચવાતી હું


મારી સમજણ, મારી આવડત,

બધુ એક સાથે સંભાળી લેવાની આદત,

આ પ્રકારે ભારી પડશે એ વાતથી અજાણ હતી હું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational