STORYMIRROR

Ramanandi Anjana

Others

3  

Ramanandi Anjana

Others

પ્રિય વૃક્ષ

પ્રિય વૃક્ષ

1 min
151

પ્રિય વૃક્ષ, મને તારા જેવું મિત્ર જોઈએ છે,

જે મુશ્કેલીઓ રૂપી તાપ સહીને,

સૂર્યનાં કડકડતા તડકાથી મારી રક્ષા કરે,


પ્રિય વૃક્ષ, મને તારા જેવું મિત્ર જોઈએ છે,

જે પોતાના મીઠાં ફળો દ્વારા,

મારાં જીવનમાં મિત્રતાની મીઠાશ ભરી દે,


પ્રિય વૃક્ષ, મને તારા જેવું મિત્ર જોઈએ છે,

જે પોતાના લીલાછમ છાંયડા દ્વારા,

દરેક પરિસ્થિતિમાં મારા ગુસ્સાને ઠંડો પાડી દે,


પ્રિય વૃક્ષ, મને તારા જેવો મિત્ર જોઈએ છે,

જે લાગણીરૂપી શાકભાજી દ્વારા,

મારાં હૃદયમાં રહેલ પ્રેમની ભૂખને શાંત કરી દે.


Rate this content
Log in