વૈભવ વિશ્વનો
વૈભવ વિશ્વનો
રેસ છે આ જિંદગીની સતત ભરે સલામ,
મૂલ્ય તો માનવ્યના, હૈયે સદા કોતરાય,
આજ ભલે ના હો હાથમાં, ભાવી ઉજળું થાય,
લક્ષ્ય માંડે ડગ ભરી, કાલ તો મલકાય,
ધરી ધીરતા પ્રયાસે, આગળ ધપે જે જન,
સમય બળવાન તો યે કર્મે પરખાય,
મહેનત રંગ લાવે કો દિન, ના હારે હામ,
સ્વપ્નો મુઠ્ઠીમાં સમી, જગ આખું છલકાય,
ધ્યેય પ્રાપ્તિ અર્થે, એકનિષ્ઠ બની મંડ્યા રહે,
રંક થૈ રાજા, ભાવી ભેદ પળે સમજાય,
છે હામ, કળ બળથી સૌ સંકટ કરે પાર,
સિદ્ધિ છે અચૂક ત્હીં, જે પરસેવે નહાય,
પર્ણ નીચે દટાયું ભાગ્ય, પ્રયત્ને જાગી ઊઠે,
શિખર સર્વે સર થૈ, પાસાં સૌ પલટાય,
થયાં સૌ કાર્યો પૂરાં, સફળતા કદમો ચૂમે,
વૈભવ વિશ્વનો હવે આંગણે ઠલવાય,
કર મ્હીં વહે ગતિ શાં તેજ, થૈ ઈશ આશિષ,
રવિ રશ્મિ શી પ્રભા, જગ આખે ખડકાય.
