STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

3  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

છે સંપદા અણમોલ

છે સંપદા અણમોલ

1 min
198

અણમોલ વૃક્ષો કાપશો ના માનવી,

સ્વાર્થી બની ને રાચશો ના માનવી,


છે સંપદા અણમોલ જાણી કર જતન,

જીવન બચાવે, ખાપશો ના માનવી,


કુદરત કનેથી પામવા, પોષણ કરો,

શોષણ કરી ને મારશો ના માનવી,


સમજી જઈ તું શાનમાં ઉપકાર લણ,

કૃતઘ્ન બનીને પીડશો ના માનવી,


રણછોડ આવી ને વસે વૃક્ષો મહીં,

આ વાત નાની ભૂલશો ના માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational