પર્યાવરણ
પર્યાવરણ
પર્યાવરણનો ખ્યાલ કર, ના વૃક્ષ આડેધડ કપાય,
બળબળ હવે ના ગાલ કર, ના વૃક્ષ આડેધડ કપાય,
મૂંઝાય, મરશે લોક સૌ, ગરમી અતિશય લાગશે,
સૂકી હવે ના કાલ કર, ના વૃક્ષ આડેધડ કપાય,
બાઝ્યું પ્રદૂષણ કેટલું, આ કંઠ એ અથડાય છે,
ભૂકંપનો ના તાલ કર, ના વૃક્ષ આડેધડ કપાય,
ના દોષ આપે આવનારો વંશ તારો માનવી,
માનવ થઈ એ ઢાલ કર, ના વૃક્ષ આડેધડ કપાય,
સમજે નહીં કાં માનવી તું, સ્વાર્થમાં રમમાણ થઈ,
ના સૃષ્ટિને બેહાલ કર, ના વૃક્ષ આડેધડ કપાય,
તોફાન, ત્સુનામી અને ભૂકંપ એનું છે પ્રમાણ,
સમજી જઈ મિસાલ કર, ના વૃક્ષ આડેધડ કપાય,
પંખી, પશુ કેરી દશા, જોઈ દયા ઉપજે નહીં ?
ખુદને નહીં કંગાળ કર, ના વૃક્ષ આડેધડ કપાય.
