STORYMIRROR

Deepa rajpara

Inspirational Others

3  

Deepa rajpara

Inspirational Others

પગ પર કુહાડો

પગ પર કુહાડો

1 min
141

ટટ્ટાર ઊભું ઊંચેરું કોંક્રિટ જંગલ આકાશને આંબતું,

આજે એની એક-એક ઈંટ નીચે નંદનવનની કબર છે,


વાત કંઈક એમ બની, ઘવાયો અહમ ઇમારતોનો,

જરૂર વૃક્ષોએ આકાશ પર કર્યું કોઈ જંતર મંતર છે,


દેખ્યું ન ગયું એ પથ્થરથી, શાને ચૂમતું નભ વૃક્ષોને,

શાને વરસાવતું પ્રેમ અનહદ, ક્યાં કશી ખબર છે,


છે વિસાત શૂન્ય, વૃક્ષોની મારી સામે, કહેતી એમ,

ઇમારત દોડી નભને ચૂમવા, અહમની આ ટસર છે,


ગગનથી પડતું બે વેંત છેટું ને રોજ બને નવી મજલ 

ગગનચુંબી આ દોટ ઇમારતોની એવી તો જબ્બર છે,


ક્યાં જઈને થોભશે આ દોટ, દાટ વળ્યો વૃક્ષોનો,

પથ્થરે દાબ્યો જે બેરહેમીથી, એ કૂંપળોનો ચિત્કાર છે,


'દીપાવલી' જીવન બને નંદનવન ધરા પર વૃક્ષો થકી જ,

થશે પતન પૃથ્વીનું, પગ પર કુહાડો શહેરીકરણની અસર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational