વિજયાદશમી
વિજયાદશમી
વર્ષોથી ઊજવાતી રહી વિજયાદશમી,
આટલા બધા રાવણને મારવા રામ આવે? ના આવે.
ભરબજારે દીકરીઓની આબરુ લૂંટતા સમાજના,
ખરદૂષણોને મારવા રામ આવે? ના આવે.
સ્વજનોના તિરસ્કારથી ગર્ભમાં જ હણાઇ જતી,
અહલ્યાને ઉદ્ધારવા રામ આવે? ના આવે.
નાત-જાતથી ચાલતી રાજનીતિના રાજમાં,
શબરીના બોર ચાખવાય રામ આવે? ના આવે.
શ્વસૂરો દ્વારા પ્રતિદિન અગ્નિપરીક્ષા આપતી,
સીતાને તારવા રામ આવે? ના આવે.
ભોગના પીળા પાસ સમા ભગવાને ધારણ કરનારા,
હનુમાનોને નિર્દોષ કહેવા રામ આવે? ના આવે.
આવા રાવણોના 'રંજ'થી કાયમ રંજિત એવા,
સમાજને ઉગારવા રામ આવે? ના આવે.
