Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amisha Parmar

Inspirational Tragedy

5.0  

Amisha Parmar

Inspirational Tragedy

બળાત્કાર

બળાત્કાર

1 min
14.5K


મા દુર્ગા, મા લક્ષ્મી, શક્તિનો એ છે અવતાર,

ધૂંધળી કરી પ્રતિમા એની, કરી હવસનો શિકાર,

નવજાતથી માંડી વૃધ્ધા સુધી, બાકી ન રાખી કોઈ નાર,

ધર્મ, જાતિ -પાતીથી પર, ગુજરાય છે બળાત્કાર.


ઝભલું, ફ્રોક, જીન્સ -ટી શર્ટ, સાડી હો કે ચુડીદાર,

લાલસા ભર્યા વરૂઓની નજર, ફરી વળે છે આરપાર,

માતા -પત્ની, વહુ કે બેટી, રાખી ન સંબંધોની દરકાર,

ધોળે દહાડે, ભરબજારે, ગુજરાય છે બળાત્કાર.


મોં દબાવી, શ્વાસ રૂંધાવી, દબાવી દેવાય છે ચિત્કાર,

મન, શરીર, આત્મા, પીંખી નાંખી, કરી દેવાય ઢીંગલી બેકાર,

શું વીતી હશે એ માસુમ પર, કોઈ લેતું નથી દરકાર,

માનવતા એ ત્યાં હદ વટાવી, સળિયા શરીરમાં ભોંકી ભોંકી, ગુજરાય છે બળાત્કાર.


બેટી પઢાઓ, બેટી બચાઓ, બહુ થયો એ વ્યભિચાર,

ભારત હવે સુરક્ષિત નથી રહ્યું, કરવો રહ્યો એ સત્યનો સ્વીકાર,

ક્યારે મળશે ગુનેગારને સજા ? બની ગયો મોટો પડકાર,

ઊંઘી રહ્યો છે દેશ ને સરમુખત્યાર બન્યો બળાત્કાર,


નહિ અટકે કેન્ડલ માર્ચ, રેલી કે મીડિયામાં કરી હાહાકાર,

મહાકાળીનું રૂપ ધરી, મસ્તક કાપી કરવો પડશે સંહાર,

કળિયુગમાં નહિ આવે કૃષ્ણ, કરવાને કોઈ ચમત્કાર,

નપુંસક બનાવી, ફાંસીએ ચડાવી, નિકાલ લાવવો પડશે તત્કાલ.


Rate this content
Log in

More gujarati poem from Amisha Parmar

Similar gujarati poem from Inspirational