મારા કેટલાક તાનકા -કાવ્યો-
મારા કેટલાક તાનકા -કાવ્યો-
વંદન
હે, ગણપતિ ,
વંદુ તમને પ્રભુ,
વારિવાર રે !
કૃપા કરો દયાળ !
જાણું ન કૈ વિધાન .
જરૂર
આજે દેશને,
જરૂર છે;
નિષ્ઠાવાનોની .
- માણસો તો ઘણાંય,
છલકે છે દેશમાં.
વિના કારણ
એકલો હતો.
વંટોળિયો. જરાક
ફરવા જ તો -
-નીકળ્યો 'તો , નકામું.
તરૂ વિના
એ વંટોળિયો .
છાંયો શોધે તાપમાં ,
"થાક ખાવો છે"
-વિચારે. પણ તરૂ-
દોષ કોનો?
દોષ કોનો છે?
ઝાડ કાપ્યા અપાર .
...શિકારો કર્યાં!
-છેવટે ભાન થયું.
"ડાહ્યો" પ્રકૃતિ શોધે!
દુર્રિત
લેવું કે દેવું,
કરે છે કલંકિત,
-લગ્ને દહેજ.
એકેય શાસ્ત્રે, નથી
- લખી આવી દુર્રિત.
અ-શોક
શું..? કદીપણ ,
જોયું છે આકાશને
શોક કરતું !?
કૈં ખરી પડ્યાં, એના
વહાલા તારલિયાં !
વિજોગણ
વિયોગે આંસુ,
જાણે, ગાલે સરકે -
-ગોકળ ગાય!
સાજણથી સુખી સૌ.
એક હું જ જોગણ !
એકલો નથી
પહેરો ભારે,
સીમા પર સૈનિક.
"એકલો જ છું ?"
-વિચારે. પણ હાશ !
શત્રુ તો છે રણમાં !
